ઝાલુ પ્રાથમિક શાળાનું ગૌરવ : શ્રી ઝાલુ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરેનભાઈ જસાણીને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
*
શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે નખત્રાણા તાલુકાના દેવીસર ક્લસ્ટરની શ્રી ઝાલુ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરેનભાઈને વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ સત્ર દરમિયાન શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર તરફથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકિય સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વિગેરમાં ઉત્સાહપૂર્વક સક્રિય રહેનારા પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યના દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દિઠ એક શિક્ષક અથવા મુખ્ય શિક્ષકની પસંદગી કરવામાં છે.

