ઝાલુ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ નખત્રાણા તાલુકાની શ્રી ઝાલુ પ્રાથમિક શાળા ખાતે 71 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાંં આવી હતી.દિકરીને સલામ દેશને નામ અંતગર્ત ધ્વજ વંદન ગામની દીકરી જત હલીમાબાઈ નસીબખાન હસ્તે કરવામાંં આવેલ હતું. શ્રેષ્ઠ કામગીરીની કદરના ભાગ રુપે ગામજનો દ્વારા સ્વેચ્છીક રીતે શાળાના શિક્ષકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર કન્યાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભાગ લેનારને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગામજનો, એસ.એમ.સી. સભ્યો, એસ.એમ.સી. અધ્યક્ષ, તથા શાળાના આચાર્ય શ્રી વિરેનભાઇ જસાણી, મ.શિ. શ્રી રાકેશકુમાર ત્રિવેદી તેમજ શ્રી નિલેશકુમાર પટેલ એ જહેમત ઉઠાવી હતી.










