મોટીઅરલ તા. 14/10/2021,
આજ રોજ નખત્રાણા તાલુકાની શ્રી મોટીઅરલના યજમાન પદે તા.૧૪/૧૦/૨૦૨૧ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેવીસર ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નાનીઅરલ કુમાર શાળાના જાડેજા ભૂપતસિંહ લાલેન્દ્નસિંહ ,નિબંધ સ્પર્ધામાં પ્રથમ લાખિયારવિરા પ્રા.શાળાના સથવારા જિજ્ઞા વસંતભાઈ , કાવ્ય ગાન સ્પર્ધામાં પ્રથમ મોટીઅરલ પ્રાથમિક શાળાના જાડેજા વંદનાબા રવુભા અને વકૃતવ સ્પર્ધામાં પ્રથમ હીરાપર પ્રાથમિક શાળાના આહીર લક્ષ્મીબેન મમુભાઈનો આવેલ હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરેલ હતા. પ્રથમ ક્રમાંક વિજેતા તાલુકા કક્ષાએ ભાગ લેશે. આ કલા મહોત્સવમાં સી.આર.સી.કો. વિનોદભાઈ પ્રજાપતિ, શ્રી મોટીઅરલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હરેશભાઇ પટેલ, શિક્ષક વિરેનભાઇ જસાણી, પૂજાબેન રાઠોડ, હર્ષાબેન મોરી, દેવીસરમાંથી શક્તિસિંહ દેવડા સાહેબ, મસરીભાઈ, દેવસરમાંથી આનંદભાઈ ભૂસારા, લખિયારવિરામાંથી જયદીપભાઈ ભાલોડિયા, હીરાપરમાંથી બીનાબેન, ગોધિયાર મોટી માંથી સિંધાભાઈ સોનાગ્રા, ભીમસરમાંથી કિશનભાઈ જાદવ, અરલનાનીમાંથી તેજસભાઈ પટેલ , ઝાલુ માંથી કરણસિંહ ગોહિલ અને દેવીસર હાઈસ્કૂલમાંથી રાકેશભાઈ નિર્ણાયક અને માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન દેવીસર ગ્રુપાચાર્યશ્રી રામુભા જાડેજા, દેવીસર સીઆરસી વિનોદભાઈ પ્રજાપતિ, બીઆરસી દેવેન્દ્રભાઈ પટેલએ પૂરું પાડેલ હતું. મોટીઅરલના આચાર્ય શ્રી હરેશભાઇ પટેલે આભારવિધિ કરેલ.
x