શ્રી ઝાલુ પ્રાથમિક શાળા ખાતે ૭૦ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.તા. ૨૬/૦૧/૨૦૧૯, ઝાલુ તા. નખત્રાણા
આજ રોજ નખત્રાણા તાલુકાની શ્રી ઝાલુ પ્રાથમિક શાળા ખાતે ૭૦ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાંં આવી હતી. દિકરીને સલામ દેશને નામ અંતગર્ત ધ્વજ વંદન ગામની દીકરી જત મુસ્કાન શેરખાનના હસ્તે કરવામાંં આવેલ હતુ. શાળાના મધ્યાહન ભોજન માટે થાળીઓના દાતા ઇબ્રાહિમ હાજીનાથા,અમુલ હયાત, અલાના ભેગમામદ, આચાર હમજાનું સન્માન કરવામાં આવ્યું હતું.શાળા તરફ્થી વર્ષ ૨૦૧૮-૧૯ માં શ્રેષ્ઠ એસ.એમ.સી. સભ્ય તરીકેનો એવોર્ડ જત ગુલમામદ રોમતખાનને આપવામાં આવ્યો હતો. શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરીની કદરના ભાગ રુપે ગામજનો દ્વારા સ્વેચ્છીક રીતે શાળાના ત્રણેય શિક્ષકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.નખત્રાણા તાલુકાના વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર કન્યાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને દાતાઓ તરફ્તથી બાળકોને પ્રોત્સાહીત કરવા રૂ.૧૩૦૦ નું દાન આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા ગામજનો, એસ.એમ.સી. સભ્યો, એસ.એમ.સી. અધ્યક્ષ, તથા શાળાના આચાર્ય શ્રી વિરેનભાઇ જસાણી, મ.શિ. શ્રી કરણસિંહ ગોહીલ તેમજ શ્રી નિલેશકુમાર પટેલ એ જહેમત ઉઠાવી હતી..






























































