દેવીસર સીઆરસી કક્ષાના કલા મહોત્સવ અંંતર્ગત વિવિધ સ્પર્ધા યોજવામાંંઆવી.
દેવીસર, તા.૦૩/૧૦/૨૦૧૮ બુધવાર ના રોજ દેવીસર સીઆરસીની પ્રાથમિક શાળાનો ગાંધીજીની ૧૫૦ મી જન્મજંયતિની ઉજવણીના ભાગરુપે વિવિધ સ્પર્ધાઓનુંં કલસ્ટર કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં દેવીસર, ઉલટ.ભીમસર, અરલ મોટી, અરલ નાની કુમાર, અરલ નાની કન્યા,દેવસર, હિરાપર, લાખીયાવિરા પ્રાથમિક શાળાએ ભાગ લીધેલ હતો. વિવિધ સ્પર્ધામાં વક્તુત્વ સ્પર્ધા, કાવ્ય લેખન , નિંબધ લેખન ,ચિત્ર સ્પર્ધાનુંં આયોજન સુંદર રીતે દેવીસર પ્રા. શાળામાં કરવામાં આવેલ. જેમાંં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર તથા પ્રથમ ત્રણ નંબર આવનાર ને ઇનામ વિતરણ કરવામાં આવેલ . કાર્યક્રમને સફળ બનાવવા દેવીસર ગ્રૂપ આચાર્યશ્રી રામુભા જાડેજા, સીઆરસી કો.ઓ. વિનોદભાઇ પ્રજાપતી તથા પેટા શાળામાંથી આવેલ શિક્ષકોએ મહત્વની ભુમિકા ભજવેલ હતી. પ્રથમ નંબરના વિજેતા સ્પર્ધક બ્લોક કક્ષાએ ભાગ લેવા જશે. દેવીસર પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું સમગ્ર સંચાલન શક્તિસિંહ દેવડા સાહેબે કરેલ.

























