નખત્રાણા તાલુકાના બ્લોક ક્ક્ષાના વિજ્ઞાનમેળામાં ઝાલુ પ્રાથમિક શાળાની કન્યાઓ એ ભાગ લીધો.
નખત્રાણા તાલુકાના કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ઝાલુ પ્રા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ વિષય પર એક કૃતિ રજૂ કરી જેનો ઉદ્દેશ હાલની પરિસ્થિતિ જોતાં ઘટી રહેલી જમીન અને પાણી ને અનુલક્ષીને હાઇડ્રોપોનિક્સ ખેતી કઈ રીતે અસરકારક છે તે સમજાવવાનો પ્રયાસ કરેલ. ઝાલુ પ્રાથમિક શાળા ના જત હલીમાબાઇ નસીબખાન ધો.૭ તથા જત જમીલાબાઇ બુધ્ધુ એ ભાગ લીધેલ. આ કૂતિ બનાવવા શાળા ના આચાર્ય વિરેનભાઇ જસાણી તથા શાળાના શિક્ષક કરણસિંહ ગોહિલ તથા નિલેશકુમારએ માર્ગદર્શન પુરુ પાડેલ.














